આજે 1 મેં એટલે ગુજરાતનો સ્થાપના દિવસ સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો સ્થાપના દિવસ તેમજ કામદાર સ્થાપના દિવસ છે. આ દિવસની ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપો દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડમાં કરવામાં આવી હતી.
લુણાવાડામાં એસટી ડેપોના કર્મચારીઓએ ગુજરાત સ્થાપના દિન ઉજવ્યો - mahisagar
મહીસાગર: 1 મેં ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવાય છે. જેને લઇને જિલ્લાના લુણાવડા GSRTS નિગમ સ્થાપના દિન તેમજ એસટી બસ કામદાર સ્થાપના દિવસની ઉજવણી કર્મચારીઓને એસટી બસમાં મુસાફરોની સુરક્ષાના શપથ તેમજ મુસાફરોને સ્વચ્છતાના શપથ લેવડાવી કરવામાં આવી હતી.
લુણાવાડામાં એસટી ડેપોએ સ્થાપના દિનને ઉજવ્યો
આજના દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારમાં કામ કરતા બસના ડ્રાઇવર તેમજ કંડકટરને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી માટેના શપથ લેવડાવ્યા હતા અને મુસાફરી કરતા મુસાફરોને પણ બસમાં તેમજ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવ્યા હતા. આ ઉજવણીમાં લુણાવાડા એસટી બસ ડેપોના ડેપો મેનેજર એચ.આર.પટેલ, સમાજસેવી સંસ્થા લાયન્સ ક્લબના હોદેદારો, એસટી નિગમના કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.