મહીસાગર: કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, ત્યારે મેલેરિયા અને મચ્છરોથી થતા રોગોને અટકાવવા માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. જેથી મહીસાગર જિલ્લામાં મેલેરિયા વિરોધી માસની કામગીરીને અનુલક્ષીને કામગીરી હાથ ધરાવામાં આવી છે.
માલવણ PHCમાં મચ્છર જન્ય રોગો સામે રક્ષણ માટે વિશેષ કામગીરી કરાઈ મહત્વનું છે કે, ચોમાસાની સિઝનમાં મચ્છર જન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો સામે રક્ષણ મળે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના સંકટ કાળમાં લોકોની તંદુરસ્તી જળવાઈ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્ય લક્ષી પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય સારું રાખવા ઉમદા કામગીરી હાથ ધરાઈ છે.
મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા મચ્છર જન્ય રોગો સામે રક્ષણ માટે એક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે સંગ્રહિત પાણીમાંથી ઉત્પન્ન થતા મચ્છરના લાર્વા અને તેના કારણે થતા મચ્છર જન્ય રોગો સામે રક્ષણ માટે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
માલવણ PHCમાં મચ્છર જન્ય રોગો સામે રક્ષણ માટે વિશેષ કામગીરી કરાઈ મચ્છર જન્ય રોગોથી બચવા માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની કુલ 33 આશાબેહેનો અને 3 આશા ફેસીલેટરને એક-એક લીટર બળેલું ઓઇલ આપવામાં આવ્યું છે. જે માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના 8 સબસેન્ટરના ગામોમાં સંગ્રહિત પાણીના નાના એકમોમાં નાખવામાં આવશે. આ ઉપરાંત 100 જેટલાં "કંતાન બોલ" તૈયાર કરવામાં આવ્યાછે. જેનો ઉપયોગ સંગ્રહિત પાણીના મોટા એકમોમાં લાર્વાનો ઉદભવ ન થાય તેના માટે કરવામાં આવશે.
આમ, કોરોનાના સમયમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા લોકોને મચ્છર જન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા રક્ષણ માટે વિશેષ કાળજી લેવાઈ રહી છે. લોકોની તંદુરસ્તી જળવાઈ રહે અને નિરોગી રાખવા માટે વિશિષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.