ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાગ્રસ્ત પિતાનું મૃત્યુ, હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલો પુત્ર અંતિમ દર્શન પણ ન કરી શક્યો

રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે અને તેનો વ્યાપ વધતો જાય છે. કોરોનાના આ કપરા સમયમાં કેટલાક એવા કિસ્સા બનતા હોય છે. જે હૃદય કંપાવી જાય છે. આવો જ એક કિસ્સો બાલાસિનોરમાં બન્યો છે. જેમાં પિતાના મૃત્યુ સમયે પુત્ર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી પિતાના અંતિમ દર્શન પણ કરી શક્યા ન હતા.

By

Published : Apr 17, 2021, 10:36 PM IST

કોરોનાગ્રસ્ત પિતાનું મૃત્યુ, હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલો પુત્ર અંતિમ દર્શન પણ ન કરી શક્યો
કોરોનાગ્રસ્ત પિતાનું મૃત્યુ, હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલો પુત્ર અંતિમ દર્શન પણ ન કરી શક્યો

  • પુત્ર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં અને પિતાનું દેહાંત થયું
  • સારવાર મેળવી રહેલો પુત્ર પિતાના અંતિમ દર્શન પણ કરી ન શક્યો
  • પુત્રની હાર્ટની સારવાર ચાલતી હોવાથી સમાચાર આપી શકાયા નહી


બાલાસિનોર: બાલાસિનોરની કરુણા નિકેતન હાઈસ્કૂલના નિવૃત શિક્ષક હેતલભાઈ પરીખને કોરોનાની અસર જણાતા બાલાસિનોરની KMG સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બાવળામાં રહેતા તેમના પિતા મફતભાઈ વસંતલાલ પરીખનું 8મી એપ્રિલના રોજ અવસાન થયું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા તેમના પુત્ર હેતલભાઈની કોરોના માટે સારવાર ચાલતી હોવાથી અને તેમને અગાઉ હાર્ટની સારવાર કરાવી હોવાથી તેમના આરોગ્યની જાળવણીને ધ્યાનમાં રાખીને પિતાના મૃત્યુના દુ:ખદ સમાચાર તરત જ આપી શકાય તેમ ન હતા. પરંતુ, 3 દિવસ બાદ તેમના આરોગ્યમાં સુધારો જણાતાં તેમને પિતાજીના અવસાનની જાણ કરવામાં આવી હતી.

હાલમાં હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા

એક પુત્રને પોતાના પિતાના મરણના સમાચારના કોરોનાને કારણે યોગ્ય સમયે મળી શક્યા નહીં તેમજ પિતાની અંતિમ ક્રિયામાં નાદુરસ્ત તબિયતના કારણે પુત્રને કોરોના જવા દેતો નથી. એવા મહાભયાનક કોરોનાથી હ્રદય દ્રવી ઉઠે છે. કોરોના કોઈને રોવા પણ દેતો નથી. હાલમાં હેતલભાઈ પરીખને કોરોના ના કારણે પોતાના ઘરે હોમ ક ક્વોરન્ટાઈન રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details