જેમ જેમ ચૂંટણીના પડઘમ શાંત થવાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ચૂંટણી પ્રચારમાં ગરમી આવી રહી છે અને રાજકીય પાર્ટીઓના પ્રચારમાં વેગ આવી ગયો છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ સવારથી જ પોતાના સમર્થકો સાથે પ્રચાર માટે નીકળી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રચાર અને સભા કરે છે. રતનસિંહ રાઠોડ, પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રીક. કો. ઓપરેટિવ. બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ અને મહીસાગર જિલ્લાના BJP પ્રમુખ જે.પી.પટેલે લુણાવાડાના ફુવારા ચોકમાં રાત્રી પ્રચારમાં સભા સંબોધી હતી.
લુણાવાડામાં રતનસિંહ રાઠોડે રાત્રી સભા સંબોધી કમળને મતદાન કરવા અપીલ કરી - Gujarati news
મહીસાગરઃ ગુજરાતમાં 23મી એપ્રિલે લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. રાજ્યમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રઠોડ અને પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકના ચેરમેન શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે લુણાવાડામાં રાત્રી સભા સંબોધી હતી. અને 23 એપ્રિલે કમળના નિશાન સામે બટન દબાવી કમળને ખીલાવી વિજય બનાવવા અપીલ કરી હતી.
આ સભામાં રતનસિંહ રાઠોડે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીમાં લોકોનું શોષણ થાય છે અને તેનું ઉદાહરણ હું જ છું. મેં 2002 થી 2017 સુધી વિધાનસભાની ટિકિટ માગી પણ મને ના આપી, અને છેલ્લે હું અપક્ષમાંથી ચૂંટણી લડ્યો અને જીત મેળવી BJPમાં સામેલ થયો છું. છેલ્લા દોઢ વર્ષ મેં BJPમાં કામ કર્યું અને મને લોકસભાની ટિકિટ મળી ગઈ. વધુમાં તેમણે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને ગુજરાતના માહિતગાર બતાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ગાંધી પરિવારને ગુજરાતમાં આવું હોય તો નકક્ષા લઈને આવું પડે તેમ જણાવ્યુ હતુ. સાથે જ સભામાં ઉપસ્થિત લુણાવાડા શહેરના શહેરીજનોને 23 એપ્રિલે કમળના નિશાન સામે બટન દબાવી કમળને ખીલાવી વિજય બનાવવી મતદાનની અપીલ કરી હતી.