સમગ્ર જિલ્લામાં વરસાદની ખુબ જ જરૂર છે, જો વરસાદ સારો થાય તો નદી, નાળા અને તળાવો ભરાય અને આગામી સમયમાં પશુઓને ઘાસ ચારો અને પાણી મળી રહે. ત્યારે મહીસાગરના વાતવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા વાદળ અને વરસાદી વાતવરણ બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જેથી જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું હતું.
મહીસાગરમાં વરસાદની થઈ પધરામણી, ડાંગરના ધરુંને મળ્યું જીવનદાન
મહીસાગર: હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે મહીસાગરમાં છેલ્લા 20 દિવસથી વરસાદ પડ્યો ન હતો. પરંતુ, અચાનક જિલ્લાના વાતાવરણમાં પલટો થતા મેઘરાજા પધાર્યા હતા. ગત સમયમાં સારો વરસાદ થતાં જિલ્લાના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી કરેલા ડાંગરના ધરું અને પાક સુકાઈ રહ્યાં હતા. જેના કારણે ખેડૂતોએ કરેલી ખેતી નિષ્ફળ જવાની પૂરે પૂરી શક્યતા રહી હતી.
મહીસાગરમાં વરસાદની થઈ પધરામણી, ડાંગરના ધરુંને મળ્યું જીવનદાન
છેલ્લા 20 દિવસથી જિલ્લામાં વરસાદ ન પડતાં ખેડૂતો તેમણે વાવેલા પાક નિષ્ફળ જવાની ચિંતામાં હતા. હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ થતાં ખેડૂતો ખેતીના કામે લાગી ગયા છે. તેમજ આગામી સમયમાં હવે ડાંગરની રોપણી કરવાની આશા બંધાતા ખેતીકામે લાગી ગયા હતા. કારણ કે હાલમાં વરસેલો વરસાદ ડાંગરના ધરું વાડિયાઓને લીલાછમ બનાવશે. જેથી ખેડૂતોને ડાંગરનું ધરું આશાનીથી મળશે જે ખેડૂતો માટે આનંદના સમાચાર છે.