ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા મામલતદાર કચેરીમાં જાતિ અને આવકના દાખલાઓ માટે અરજદારોને ધરમ ધક્કા - lonavada

મહીસાગરઃ લુણાવાડામાં મામલતદાર કચેરી ખાતે અપાતા જાતી અને આવક સહિતના જરૂરી દાખલાઓ માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ ઉઠી છે. અરજદારો ગામડેથી ભાડા ખર્ચી પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ પોતાની મરજીથી કામ કરતાં અધિકારીઓને કારણે અરજદારો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે.

mahisabar

By

Published : Jun 13, 2019, 1:33 PM IST

લુણાવાડામાં મામલતદાર કચેરી ખાતે અપાતા જાતિ, આવક સહિતના જરૂરી દાખલાઓ માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ ઉઠી છે. તાલુકાના 110 જેટલા ગામડાઓના અરજદારો કચેરી ખાતે આવતા હોય છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી શાખાઓના કર્મચારીઓ દ્વારા અયોગ્ય જવાબો આપવામાં આવે છે અને કામ થતા નથી.

લુણાવાડામાં મામલતદાર કચેરીમાં જાતિ, આવકના દાખલાઓ માટે અરજદારોને ધરમ ધક્કા

જેને કારણે ગામડાની ગરીબ અને ભોળી પ્રજા ધક્કા ખાવા મજબૂર બની છે. એક કામ માટે 5 થી 6 વખત કચેરી ખાતે ધરમના ધક્કા ખાવા પડે છે, તેવા આક્ષેપો કરી રહ્યા છે. અરજદારો આકરા તાપમાં દૂર ગામડેથી ભાડાખર્ચી પોતાના કામ અર્થે આવતા હોય છે પરંતુ તેમનું કામ સમયસરન થતાં રોષ જોવા મળ્યો છે અને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવાય તેવી લોક માગ ઉઠી છે. જુદી-જુદી સરકારી કચેરીઓમાં જાતિ કે આવકના દાખલા રજૂ કરવાના હોવાથી લોકો મામલતદાર કચેરીમાં આવા દાખલા મેળવવા અરજી કરે છે, પરંતુ પોતાની મરજીથી કામ કરતાં અધિકારીઓને કારણે અરજદારો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details