આજે દેશમાં ત્રીજા ચરણમાં યોજનાર લોકસભાની ચૂંટણી મતદાન માટેના પ્રચારના પડઘમ શાંતથઈ જશે. ત્યારે ત્રીજા ચરણમાં ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે અને જેથી ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી માટે આજે સાંજે એટલે કે રવિવારે છ વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે પ્રચારના પડઘમ શાંત થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટી નું જોર લગાવી મતદારોને પોતાની તરફઆકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે.
બાલાસિનોરમાં BJPએ બાઇક રેલીનું કર્યું આયોજન - politics
બાલાસિનોર: શહેરમાં પ્રચારના છેલ્લે દિવસે BJPની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે સાંજે એટલે કે રવિવારે 6 વાગ્યે ગુજરાતની 26 બેઠકો માટે યોજનાર લોકસભાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે રાજકીય પાર્ટી દ્વારા પ્રચારના છેલ્લા કલાકોમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. જે અંતર્ગત ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના BJPના ઉમેદવારના પ્રચારમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં BJP ના યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી.
સ્પોટ ફોટો
ત્યારે ૧૮-પંચમહાલ લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર રતનસિંહ રાઠોડને જંગી બહુમતીથી જીતડવા માટે રતનસિંહ રાઠોડના પ્રચાર માટે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગ્રામ્ય તેમજ શહેરીવિસ્તારના બીજેપી યુવા મોર્ચાના કાર્યકરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાંબીજેપીના કાર્યકરો જોડાયા હતા અને વિશાળ રેલી કાઢી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો