ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં - gujarat

મહિસાગરઃ જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં થોડા દિવસો પહેલાજ વાવણી લાયક વરસાદ થયો હતો. જેથી ખેડૂતોએ સમયસર વાવણી કરી લીધી હતી. પરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદ ન દેખાતા જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદ ખેંચાતા મોંઘા ભાવે વાવેલું બિયારણ ફેલ જતાં ખેડૂતોમાં નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

mahisagar

By

Published : Jul 13, 2019, 8:04 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ મહિસાગર પંથકના લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, ખાનપુર, સંતરામપુર, અને કડાણા સહિત વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે પણ વરસાદ નહિવત પડવાને કારણે ખેડૂતોનું આર્થિક ભારણ વધતું જાય છે. બાલાસિનોર તેમજ વિરપુર તાલુકામાં વરસાદ નહિવત રહેતા કપાસ, જુવાર, હુંડિયું, દિવેલા અને ચોમાસુ બાજરી સહિતના પાક નિષ્ફળ જવાની દહેશત ફેલાઈ છે. તો પશુઓ માટે ઘાસચારો પણ મોંઘો થતા ખેડૂત માટે મુશ્કેલીમાં વધારો થયો છે. ગત વર્ષમાં વરસાદ ઓછો પડતાં જિલ્લાના વિરપુર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરાયો છે.

મહિસાગરમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં
જો સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવણી કરી દીધી હોય અને છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનું નામોનિશાન ન મળતા ખેડુતોની ચિંતા વધી છે. પરંતુ આ વર્ષે પણ વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતો માટે આ વર્ષ પણ માઠું વર્ષ હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ચાલુ વર્ષે પણ ખેડૂતોએ કપાસ, બાજરી, દિવેલા, તલ અને મકાઈના પાકનું વાવેતર કર્યું છે. જેમાંના કેટલાક ઉગી નીકળેલા છોડ વરસાદ ન પડતા પીળા થયા છે. જો દશ દિવસમાં વરસાદ ન થાય ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details