લુણાવાડાઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સામે આજે આખો દેશ ઝઝૂમી રહ્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે કોરોના સંક્રમણને અંકુશમાં રાખી કોરોના વોરિયર્સને પીપીઇ કીટની તાલીમ આપવામાં આવી હતી.
મહીસાગરમાં કોરોના વોરિયર્સને સંક્રમણથી સુરક્ષિત રાખવા PPE કીટની તાલીમ અપાઈ - કોરોના વાઈરસ ન્યૂઝ મહિસાગર
કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મહીસસાગરમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા કોરોના વોરિયર્સને પીપીઇ કીટની તાલીમ આપવામાં આવી હતી.
આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહની દેખરેખ હેઠળ આરોગ્યતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી 2034 જેટલા અધિકારી-કર્મચારીઓને પીપીઇ કીટથી તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. પણ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવતા કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા કર્મીઓને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. જેનાથી કોરોના
સંક્રમણથી કોરોના વોરિયર્સની વધુ સાવચેતી સલામતી માટે સ્થળ પર જઇ પીપીઇ કીટની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં જિલ્લા આરોગ્ય તાલીમના હેડ સિનિયર મેડીકલ ઓફિસર ડો. બિરેન્દ્રસિંહ દ્વારા જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલ બાલાસિનોર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર ખાતે સ્થળ પર જઈને સેવા બજાવતા આરોગ્ય કર્મીઓને પીપીઇ કીટ પહેરવાની સાચી પદ્ધતિ બતાવી પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. હાલમાં 73 જેટલા આરોગ્ય કર્મીઓને આ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોરોના વોરિયર્સ કોરોના સંક્રમણથી સુરક્ષિત રહી નિર્ભય પણે સેવા બજાવી શકે.