ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહિસાગરના ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં બન્યું આશાનું કિરણ - ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમય

સરકાર તેના ઉમદા કાર્યો થકી જરૂરીયાતમંદ ગરીબ અને છેવાડે ઉભેલા લોકોનું કલ્યાણ કરે છે, ત્યારે સરકારે શરૂ કરેલા પ્રજા હિતકારી આરોગ્ય સેવાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આર્શીવાદરૂપ પુરવાર થઇ રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ ભાટવાસણા ગામના ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા જબૂબેન રાઠોડને ભેંસને દોહતી વખતે અચાનક ભેંસનો ધક્કો વાગતાં પડી ગયા હતા અને હાથના ભાગે ફ્રેકચર થયું હતું. આવી કપરી પરિસ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન ભારત ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં આશાનું કિરણ બનીને આવી છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહિસાગરના ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં બન્યું આશાનું કિરણ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહિસાગરના ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં બન્યું આશાનું કિરણ

By

Published : Jan 25, 2020, 2:10 AM IST

મહિસાગરઃ જબૂબેન રાઠોડનો પરીવાર ખેતી કરી ગુજરાન કરે છે તેમને પોતાના ઘરે પશુપાલનમાં એક ભેંસ છે. તે દોહતી વખતે અચાનક ભેંસનો ધક્કો વાગતાં પડી ગયા હતા અને તેમને મહીસાગર જિલ્લાના બાલાસિનોરની ગુજરાત હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને તપાસીને હાથના ભાગે ફ્રેકચરનું નિદાન થયું હતું. તેઓના આ ઓપરેશનનો ખર્ચ આશરે 20 થી 25 હજાર રૂપિયાની આસપાસ થતો હતો. અત્યંત ગરીબ પરિવારના જબૂબેનના પરિવારમાં ઓપરેશનના આ અચાનક આવી પડેલા ખર્ચથી ચિંતામાં મુકાયા હતા. પરંતુ તેમની પાસે ગરીબ પરિવારો માટે નિ:શુલ્ક સેવાઓ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ હતું અને ગુજરાત હોસ્પિટલ પણ આ યોજના માટે માન્યતા પ્રાપ્ત હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહિસાગરના ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં બન્યું આશાનું કિરણ

જબૂબેનના જીવનમાં આ યોજનાનું કાર્ડ આશાનું કિરણ લઈને આવ્યું. નિરાશાઓના કાળા વાદળ હટયા આશાનો સૂરજ ઊગ્યો તેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી તેઓનું ઓપરેશન નિશુલ્ક કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર સુરેશભાઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત માટે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મહિસાગરના ગરીબ પરિવાર માટે મુશ્કેલીના સમયમાં બન્યું આશાનું કિરણ

ABOUT THE AUTHOR

...view details