- સરકાર દ્વારા રૈયોલી ખાતે 1983માં કરોડોના ખર્ચે ડાયનોસોર પાર્ક (Dinosaur Park) બનાવ્યો હતો
- વિજય રૂપાણીના હસ્તે ડાયનોસોર પાર્ક (Dinosaur Park) અને મ્યુઝિયમનું લોકાર્પણ થયુ હતું
- સરકાર દ્વારા પાટણ ખાતે ડાયનોસોર પાર્ક (Dinosaur Park) બનાવવાની જાહેરાત
મહિસાગર: બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે 1983માં ડાયનોસોરના અવશેષો મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે ડાયનોસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park) બનાવવામાં આવ્યો હતો. 9મી જૂન 2019ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વિશ્વનો ત્રીજો અને ભારત પ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park) અને મ્યુઝિયમને પ્રજા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે બાલાસિનોરને વર્લ્ડ ટુરિઝમ મેપ (World Tourism Map) પર ચમકાવવાની જાહેરાતો કરવામાં આવી હતી, ત્યારે હવે સરકાર દ્વારા માત્ર બે વર્ષના ગાળામાં પાટણ ખાતે ડાયનોસોર પાર્ક (Dinosaur Park) બનાવવાની જાહેરાત કરાતાં હવે બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્ક (Dinosaur Park)નું મહત્વ નહીં રહે, તેમ સમજીને બાલાસિનોરની પ્રજાજનો દ્વારા આ ગ્રાન્ટ રૈયોલીને ફાળવવા માગ કરવામાં આવી છે અને પાટણમાં નિર્માણ થનારા ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમનો બાલાસિનોર તાલુકાના આસપાસના લોકો દ્વારા ભારે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ખોલવામાં આવ્યો ઓક્સિજન પાર્ક
સ્થાનિક ધારાસભ્ય અને પ્રજાજનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ
આ ડાયનોસોર પાર્ક (Dinosaur Park) બનતા પર્યટકો માટે સુવિધાઓ, વિશાળ પહોળા રસ્તાઓ તેમજ વોટરપાર્ક બનાવવા જે તે સમયે જાહેરાત કરાઈ હતી, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા પાટણમાં કરોડોના ખર્ચે ડાયનોસોર પાર્ક (Dinosaur Park) બનાવવાની જાહેરાત કરતાં સમગ્ર મહિસાગર જિલ્લા અને બાલાસિનોર તાલુકા વિસ્તારની પ્રજામાં તેનો પ્રચંડ વિરોધ નોંધાવા પામ્યો છે. બાલાસિનોર તાલુકાના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, રૈયોલી ગામના સરપંચ તથા આસપાસના આગેવાનો તેમજ પ્રજાજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.