ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સહિતના લોકોએ કોરોના જાગૃતિ માટેના શપથ લીધા - District Collector RB Bard

સરકાર દ્વારા કોવિડ-19 અંતર્ગત જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ જન આંદોલનના ભાગરૂપે ગુરુવારે સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ સહિતનાઓએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

corona awareness
લુણાવાડામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સહિતનાઓએ કોરોના જાગૃતિ માટેના શપથ લીધા

By

Published : Oct 15, 2020, 5:59 PM IST

મહીસાગરઃ જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે જન આંદોલન અભિયાન અંતગર્ત જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ સહિતનાઓએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠકકર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહ અને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા-તાલુકાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, નગરપાલિકાઓ, જિલ્લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરૂઓ, સામાજિક-સ્વૈોચ્છિક સંગઠનો, વ્યા‍પારીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગના લોકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

આ જન આંદોલનના ભાગરૂપે સમાજના તમામ વર્ગોએ હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યા‍યામ ઇત્યાકદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરી કોરોના જન આંદોલનમાં સહભાગી થયા હતા.

જિલ્લા-તાલુકાના અધિકારીઓ-કમર્ચારીઓ સહિત નાગરિકોએ શપથ ગ્રહણ કરીને કોરોના જન આંદોલન અભિયાનને પોતાનું અભિયાન બનાવીને કોરોના અટકાયત માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી કોરોના સામે એક આંદોલન છેડી કોરોનાને હરાવી રાષ્ટ્રિ-રાજય અને જિલ્લાને કોરોનામુકત બનાવવા સંકલ્પ બધ્ધ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details