મહીસાગર: જીલ્લામાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે જીલ્લામાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. પરંતુ ત્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતુ. જેના કારણે જીલ્લામાં મૃત્યુનો આંક 2 પર પહોંચ્યો છે. તો રાહતના સમાચાર એ પણ છે કે, જીલ્લામાં છેલ્લા 48 કલાકમાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.
મહીસાગરમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, છેલ્લા 48 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નહીં - corona cases in mahisagar
મહીસાગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 81 પર પહોંચી છે. જેમાંથી 41 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. જ્યારે 37 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાનાં 33 દર્દીઓ મહીસાગર જીલ્લાના બાલાસિનોરની નવી KMG હોસ્પિટલ ખાતે બનાવેલી (કોવિડ-19) હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 4 દર્દીઓ જીલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે.
મહીસાગરમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, છેલ્લાં 48 કલાકમાં એકપણ કોરોના કેસ નહીં
મહીસાગર જીલ્લામાં બાલાસિનોરના 74 વર્ષીય મહીલા પ્રેમીલાબેન શાહ જે કોરોના સંક્રમિત હતા, તેઓને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા.