ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરની KMG હોસ્પિટલનું મેરેટાઈન બોર્ડના મુકેશકુમારે કર્યું મોનિટરિંગ - balasinor news

મહીસાગર જિલ્લાના બાલાસિનોરની મલ્ટી સુપર સ્પેશિયલ હોસ્પિટલ ખાતે મેરેટાઈન બોર્ડના ચીફ એકઝયુકેટીવ ઓફિસર મુકેશકુમારે મોનિટરિંગ કરવા મુલાકાત કરી હતી. છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ તેમજ ભરુચ જિલ્લામાં તૈયાર કરેલ કોવિડ-19 હોસ્પિટલમાં સ્થિતિ અંગેનું મોનિટરિંગ કરવા સાથે આજે ગુરુવારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની કે.એમ.જી મલ્ટી સુપર સ્પેસિયલ (કોવિડ-19) હોસ્પિટલની મુલાકાત કરી મોનિટરિંગ કર્યું હતું.

nodal officer monitaring by KMG Hospital in Balasinor
બાલાસિનોરની KMG હોસ્પિટલનું મેરેટાઈન બોર્ડના મુકેશકુમારે કર્યું મોનિટરિંગ

By

Published : Apr 9, 2020, 3:26 PM IST

લુણાવાડાઃ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાઇરસ ફેલાયેલો છે કે, જેને WHO દ્વારા વૈશ્વિક મારામારી જાહેર કરવામાં આવી છે, જે બાબતે સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-19) અટકાવવા માટે વિવિધ તૈયારી સાથે કોરોના સામે લડત આપી રહ્યુ છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરની મલ્ટી સુપર સ્પેસિયલ હોસ્પિટલ ખાતે મેરેટાઈન બોર્ડના ચીફ એકઝયુકેટીવ ઓફિસર મુકેશકુમારે મોનિટરિંગ કરવા મુલાકાત કરી હતી. છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ તેમજ ભરુચ જિલ્લામાં તૈયાર કરેલ કોવિડ-19 હોસ્પિટલમાં સ્થિતિ અંગેનું મોનિટરિંગ કરવા સાથે આજે ગુરુવારે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની કે.એમ.જી મલ્ટી સુપર સ્પેસિયલ (કોવિડ-19) હોસ્પિટલની મુલાકાત કરી મોનિટરિંગ કર્યું હતું.

આ સાથે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, તેમજ આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી (કોવિડ-19) હોસ્પિટલની મુલાકાત લઈ મોનિટરિંગ કર્યું છે. નોડલ ઓફિસર મુકેશકુમારે હોસ્પિટલની મોનિટરિંગ બાદ આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો આપ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details