ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનપુર મામલતદાર કચેરી ખાતે 8મી જૂનથી વિવિધ ધર્મ સ્થાનો ખુલ્લા મૂકવા અંગે બેઠક યોજાઈ

ધાર્મિક સ્થળો ખોલવ સંદર્ભે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ સંપ્રદાયના વડાઓ સાથે મામલતદાર કચેરી ખાતે મીટીંગ કરવામાં આવી હતી. 

ખાનપુર મામલતદાર કચેરી ખાતે 8મી જુનથી વિવિધ ધર્મ સ્થાનો ખુલ્લા મૂકવા અંગે બેઠક યોજાઈ
ખાનપુર મામલતદાર કચેરી ખાતે 8મી જુનથી વિવિધ ધર્મ સ્થાનો ખુલ્લા મૂકવા અંગે બેઠક યોજાઈ

By

Published : Jun 7, 2020, 8:03 PM IST

મહીસાગર: કોરોના વાઇરસની મહામારીનાં સંક્રમણને કારણે લોકડાઉનમાં અનુસંધાને વિવિધ સંપ્રદાયના મંદિરો, મસ્જિદ જેવા ધર્મસ્થાનો પણ બંધ રાખવામાં આવ્યા હતા. જે સરકાર દ્વારા અનલોક-1 દરમિયાન ચર્ચા વિચારણા કરી સંપ્રદાયના ધર્મસ્થાનો કોરોના સંદર્ભની તકેદારી રાખી ખુલ્લા કરવા માટે ગાઈડલાઈન મુજબ મંજૂરી આપી હતી. આ સંદર્ભે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ સંપ્રદાયના વડાઓ સાથે મામલતદાર કચેરી ખાતે મીટીંગ કરવામાં આવી હતી.

જેમાં વિવિધ સંપ્રદાયના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમને સરકારની ગાઈડલાઈન મુજબ તારીખ 8/6/20 થી કોરોના સંદર્ભે રાખવાની તકેદારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જેમાં મંદિર, મસ્જીદ, દરગાહમાં સરકારના આદેશ મુજબ સામાજિક અંતર જાળવવા, ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજા પાસે હાથ પગની સફાઈ માટેની સુવિધા ગોઠવવાની રહેશે. સાથે માસ્ક ન પહરેલું હોય તેને એન્ટ્રી ન આપવી, પ્રસાદની વહેંચણી ન કરવા, ગર્ભદ્વારમાં ભીડ ન થાય તેની કાળજી લેવાની રહેશે.

તેમજ કારંટા ગામની દરગાહ ખાતે જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવનારા વ્યક્તિને રાત્રી રોકાણ પર પ્રતિબંધ રાખવાનો રહેશે. દર્શન માટે આવનારા માટે રજીસ્ટર નિભાવણી કરવાની રહેશે. તેવી કોરોના સંદર્ભની તકેદારી રાખવા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details