મહિસાગર જિલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો જેમાં કેમ્પમાં અંદાજીત 300થી વઘારે વિકલાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા દરેક વિકલાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું બાદમાં વઘુ જરૂરિયાતમંદ વાળા દિવ્યાંગ બાળકોને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે રિફર કરવામાં આવ્યા હતા.
વિરપુરમાં દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો - gujarati news
મહીસાગરઃ જિલ્લાના વિરપુરમાં લુણાવાડા IED વિભાગ તેમજ વિરપુરના સહયોગથી દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો. જેમાં તબીબ દ્વારા બહેરા, મૂંગા, શારીરિક ખોડ, તેમજ દ્રષ્ટિની ખોડ હોય તેવા બાળકોને એસેસમેન્ટ બાદ સર્ટિફિકેટ અપાયા હતા.
સ્પોટ ફોટો
આ ઉપરાંત કેમ્પમાં આવેલા તમામ બાળકો અને વાલીઓને ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જીલ્લા IED કો.ઓ નરેશભાઈ, BRC કો.ઓ.પીનલ પટેલ બ્લોક સ્ટાફ વિરપુર, લુણાવાડા IEDSS સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પનું આયોજન કર્યું હતું.