લુણાવાડા: શુક્રવારના રોજ જિલ્લામાં વધુ 14 કોરોના પોઝિટિવ કેસમાંથી જિલ્લાના વડા મથક લુણાવાડામાં 6 કેસ, વિરપુર-1, અને બાલાસિનોરમાં -7 કેસ નોંધાયા છે. શુક્રવારના રોજ 2 કોરોના દર્દીના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ મૃત્યુ આંક 19 નોંધાયો છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જોકે અત્યાર સુધીમાં 309 કેસમાંથી 194 દર્દીઓ કોરોનાને હરાવી ચુક્યા છે.
મહીસાગરમા કોરોનાના વધુ 14 કેસ, 2ના મૃત્યુ
મહિસાગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહયા છે. શુક્રવારના રોજ જિલ્લામાં વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં શુક્રવારના રોજ વધુ 14 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 309 પર પહોંચી છે.
મહીસાગરમા કોરોનાના વધુ 14 કેસ, 2ના મૃત્યુ
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 47 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, તેમજ અન્ય 49 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 96 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.