મહીસાગર: વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં જે જગ્યાએ વધુ આવતા હોય તેવા સ્થળોએ લોકોની આરોગ્યની તપાસ કરવી કોરોના સંદર્ભે અતિ મહત્વની બની જાય છે જેને અનુલક્ષીને રામ પટેલના મુવાડા ગામે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાતે અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના આર.બી એસ.કેના મેડિકલ ઓફિસર ડોક્ટર દત્તુ રાવલ અને તેમની ટીમ દ્વારા ગ્રામીણ બેંકમાં ઉપસ્થિત બેંક ખાતા ધારકો અને બેંક કર્મચારીઓનુ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું.
મહીસાગર: ગ્રામીણ બેંકમાં ખાતા ધારકો અને કર્મચારીઓનુ થર્મલ સ્કેનિંગ કરાયુ - કોરોના વાઇરસ મહીસાગર
મહીસાગર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસને માત આપવા માટેના નાનામાં નાની કાળજી સાથે સાવચેતીના ભાગરૂપે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ઉપસ્થિત બેંક ખાતા ધારકો અને બેંક કર્મચારીઓનુ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું.
મહિસાગર: ગ્રામીણ બેંકમાં ઉપસ્થિત ખાતા ધારકો અને કર્મચારીઓનુ થર્મલ સ્કેનિંગ કરાયુ
અને તમામ લોકોને સોશિયલ ડિસટન્સ જાળવવા તેમજ માસ્કનો ઉપયોગ, સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આરોગ્ય વિષયક વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.