મહીસાગર : સમગ્ર દેશમાં જો ઇદનો ચાંદ દેખાઇ જાય તો સોમવારે મુસ્લિમ ધર્મનો સૌથી મોટો પવિત્ર તહેવાર રમઝાન ઇદની ઉજવણી થશે. ત્યારે હાલ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાઈરસનું સક્રમણ રોકવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ સમયમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન ઇદની ઉજવણી મુસ્લિમ સમુદાય પોતાના ઘરે ઇદની નમાઝ અદા કરીને શાંતિ પૂર્ણ સદભાવના માહોલમાં ઉજવણી કરે તે માટે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં DYSP એન.વી.પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા મુસ્લિમ સમાજના આગેવાનો અને મોલાનાની મીટીંગ યોજાઈ હતી.
રમઝાન ઈદની ઉજવણી અંગે મહીસાગર પોલીસ અને મુસ્લિમ બિરાદરો વચ્ચે બેઠક - રમઝાન ઈદ
સોમવારે મુસ્લિમ સમાજનો સૌથી મોટા તહેવાર રમઝાન ઈદની ઉજવણી થશે. હાલ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આવા સમયમાં પવિત્ર રમઝાન ઈદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ઘરે ઇદની નમાઝ અદા કરીને શાંતિ પૂર્ણ સદભાવના માહોલમાં થાય તે માટે મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં DYSPની ઉપસ્થિતિમાં લુણાવાડા મુસ્લિમ સમાજના આગેવાનો અને મૌલાના સાથે મીટીંગ યોજાઈ હતી.
મહીસાગર પોલીસ
જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ તેમજ મોલાનાએ ઇદની ઉજવણી મુસ્લિમ બીરાદરો ઘરે નમાઝ અદા કરી કરશે, તેવી હૈયા ધારણા પોલીસ વિભાગને આપી હતી.