ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર : જિલ્લા કક્ષાએ કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, કાવ્ય અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું - ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગુજરાત સરકાર દ્વારા 1લી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કોરોના વોરિયર્સ વિષય પર જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરી અનોખી રીતે કરવામાં આવી હતી. જેના વિજેતાઓનું સન્માન સોમવારના રોજ કરવામાં આવ્યું હતું.

મહીસાગર
મહીસાગર

By

Published : Nov 24, 2020, 9:41 AM IST

  • ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન
  • પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા
  • સ્પર્ધામાં 18 વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

મહીસાગર : વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગુજરાત સરકાર દ્વારા 1લી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કોરોના વોરિયર્સ વિષય પર જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરી અનોખી રીતે કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાએ કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર, કાવ્ય અને નિબંધ સ્પર્ધા યોજાઇ

કોરોનાને કારણે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી

આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લા કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓના નામ જાહેર થતા કોવિડ-19ની ગાઈડ લાઈનને અનુસરીને પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ મળી 18 વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઇ બારીયાના અધ્યક્ષ સ્થાને અને સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોરના અતિથી વિશેષ પદે આયોજિત કાર્યક્રમમાં પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહીસાગરના પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસ કરતા 10 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

1લી મે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા ધામધૂમ પર્વક કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગુજરાત સરકાર દ્વારા 1લી મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી લોકડાઉન દરમિયાન અનોખી રીતે કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સ વિષય પર પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકમાં અભ્યાસ કરતા 10 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને સંતરામપુર ખાતે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details