મહીસાગર: પોલીસે બાતમીના આધારે વાહન ચેકીંગ દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત 24 તારીખે અમદાવાદ તરફ જતી કારમાંથી આશરે 1.50 લાખની કિંમતના વિદેશી દારુ અને કાર સહિત કુલ 3 લાખ 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મહીસાગરમાં 15 લાખથી વધુની કિંમતના દારૂ સાથે 4ની ધરપકડ - Interstate Accuser
મહીસાગરમાં 2 દિવસમાં 15 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે. પોલીસે દારૂના જથ્થા સાથે 4 પરપ્રાંતિય આરોપીની ધરપકડ કરી છે.
દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા
ઉપરાંત ગત રોજ રાત્રે બાલસીનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઈન્દોર-અમદાવાદ હાઈવે ઉપરથી દારુ ભરેલા ટેમ્પા સાથે કુલ 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય બે આરોપીઓને પકડી પડ્યા હતા.
આમ પોલીસે બે દિવસમાં રૂપિયા પંદર લાખથી વધુના દારુ સાથે ચાર પરપ્રાંતિય આરોપીઓને પકડી પાડી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.