ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરનો ખેડૂત રૂપિયા 75 હજારની સરકારી સહાય મેળવી 'આત્મનિર્ભર' બન્યો - સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના

સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને અલગ અલગ સહાય કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના નરેશ કાળુભાઈ ખાંટના ખેડૂત પરિવારે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કર્યું છે. મહીસાગરમાં મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનામાં 205 ખેડૂત લાભાર્થીઓને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડી ભાડાની આવત મળતા આવકમાં વધારો થયો છે.

મહિસાગરનો ખેડૂત સરકારની રૂ. 75 હજારની સહાય મેળવી બન્યો 'આત્મનિર્ભર'
મહિસાગરનો ખેડૂત સરકારની રૂ. 75 હજારની સહાય મેળવી બન્યો 'આત્મનિર્ભર'

By

Published : Nov 10, 2020, 8:15 PM IST

  • મહીસાગરમાં ખેડૂત પરિવારે આત્મનિર્ભર તરફ પ્રયાણ કર્યું
  • 205 ખેડૂત લાભાર્થીઓને વાહન ખરીદવા મંજૂરી અપાઈ
  • સમયસર ખેત ઉત્પાદન બજાર સુધી નહીં પહોંચવાથી નુકસાન થતું: ખેડૂતો

લુણાવાડાઃ ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો બજારોમાં સરળતાપૂર્વક લઈ જઈ સારા ભાવે વેચાણ કરી શકે તે માટે મધ્યમ માલવાહક યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ખેડૂતો લાભ ઊઠાવી રહ્યા છે. મહિસાગરમાં મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજનામાં 205 ખેડૂત લાભાર્થીઓને પ્રાથમિક મંજૂર આપવામાં આવી છે. ખેડૂતોના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડી ભાડાની આવત મળતા આવકમાં વધારો થયો છે. ખેતપેદાશો સમયસ બજારો સુધી ન પહોંચવાના કારણે ખેડૂતોએ નુકસાન વેઠવું પડતું હતું.

મહિસાગરનો ખેડૂત સરકારની રૂ. 75 હજારની સહાય મેળવી બન્યો 'આત્મનિર્ભર'

આવકમાં વધારો થતા અમે આત્મનિર્ભર બન્યાઃ ખેડૂતો

લાભાર્થી ખેડૂત નરેશ કાળુભાઈ ખાંટે આ યોજનામાં રૂ. 75 હજારની સહાય મેળવી છે. તેમણે જણાવ્યું, ખેડૂતો માટે આ યોજના લાભદાયી છે. અગાઉ ખેત પેદાશો બજારમાં લઈ જવા તકલીફનો સામનો કરવો પડતો હતો અને સમયસર અમારૂ ખેત ઉત્પાદન બજાર ન પહોંચી શકવાના કારણે ભાવમાં નુકસાન વેઠવું પડતું હતું. આ ઉપરાંત આસપાસના ખેડૂતોના ખેત ઉત્પાદનો બજાર સુધી પહોંચાડી ભાડાની આવક મળતાં આવકમાં વધારો થયો છે અને અમે આત્મનિર્ભર બન્યા છીએ. તે બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહિસાગરનો ખેડૂત સરકારની રૂ. 75 હજારની સહાય મેળવી બન્યો 'આત્મનિર્ભર'

જમીન પ્રમાણે મંજૂર થયેલા 50થી 75 હજારની સબસિડી માન્ય થશે

જિલ્લા ખેતીવાડી અધિકારી સુમિત પટેલે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત મહિસાગર જિલ્લામાં 205 ખેડૂત લાભાર્થીઓને વાહન ખરીદવા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. જમીન પ્રમાણે મંજૂર થયેલા રૂ. 50 હજારથી 75 હજાર સબસિડી માન્ય થયેલ ચાર ડિલરોને ત્યાં બાદ કરીને જ લાભાર્થીઓ ખેડૂતોને વાહન આપવામાં આવે છે તેની પણ મંજૂરી આપી દેવાઈ છે. આ યોજના અંતર્ગત મહિસાગર જિલ્લામાં 205 ખેડૂત લાભાર્થીઓને વાહન ખરીદવા પ્રાથમિક મંજૂરી આપવામાં આવતા વાહન ખરીદનાર ખેડૂતો કિસાન પરિવહન યોજનાને ખેડૂતો માટે લાભદાયક અને આવક વૃદ્ધિ કરનારી ગણાવી ખેડૂત હિતલક્ષી યોજના માટે સરકારનો
આભાર વ્યકત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details