ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં કરાશે ઉપયોગ, યોજાયો માર્ગદર્શન કાર્યક્રમ

મહીસાગરઃ વિરપુર તાલુકાના ગામ આસપુર લાટ ખાતે ડ્રોન ટેકનોલોજીથી ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી આવકમાં વધારો અને સમય,શ્રમનો ઘટાડો કરી શકાય તે માટેનો નિદર્શન યોજાયુ હતુ. આ નિદર્શન GCSR દ્વારા યોજવામાં આવ્યુ હતુ. આ નિદર્શનમાં અધીકારીઓ અને મોટી સંખ્યામા ખેડુતોએ હાજરી આપી હતી.

mahisagar

By

Published : Jun 29, 2019, 7:31 AM IST

મહીસાગરના આસપુર લાટ ખાતે ડ્રોન ટેકનોલોજીની મદદથી ખાતર અને જંતુનાશક દવાના સ્પ્રે માટે નિદર્શન યોજાયું
રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે મહીસાગર જિલ્લાના પસંદગી પામેલ વિરપુર તાલુકાના ગામ આસપુર લાટ ખાતે ગુજરાત સીએસઆર ઓથોરીટી ધ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી ખાતર અને જંતુનાશક દવાના સ્પ્રે માટે પ્રાયોગિક નિદર્શન જિલ્લા કલેક્ટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

મહીસાગરમાં ડ્રોન ટેકનોલોજીના ખેતીના ઉપયોગ માટે યોજાયુ નિદર્શન
નવતર ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માહિતગાર કરતા જિલ્લા કલેક્ટરે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાયોગીક નિદર્શનમાં મહીસાગર જિલ્લાની પંસદગી થવા બદલ GCSR ઓથોરીટીનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં આધુનિક ખેતીમાં પ્રગતિશીલ તેમજ ઓછા પાણીમાં ટપક સિંચાઇનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવનાર વિરપુર તાલુકાનું આસપુર લાટ ગામને અભિનંદન પાઠવ્યા હતા. તથા ડ્રોન ટેકનોલોજીને સારી રીતે સમજી તેમાં સુધારા વધારા સુચવવા અનુરોધ કર્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતો આગામી સમયમાં આ નવતર પ્રયોગનો મહત્તમ લાભ લઇ શકે તેવુ તેમના દ્વારા કહેવામાં આવ્યુ હતુ.
મહીસાગરમાં ડ્રોન ટેકનોલોજીના ખેતીના ઉપયોગ માટે યોજાયુ નિદર્શન
આ પ્રસંગે GCSR ઓથોરીટીના મુખ્ય અધિકારી પંકજ કામલીયાએ ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવા છંટકાવના આ પ્રાયોગીક નિદર્શન વિશે ખેડૂતોને સંબોધતા અગાઉ આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહીસાગર જિલ્લામાં આ બીજો પ્રયોગ છે. આ પ્રયોગમાં ખેડૂતોના સુચનો પછી તેમાં વધુ સુધારા વધારા સાથે મુકવાનો GCSR ઓથોરીટીનો અભિગમ છે. ડ્રોનના ટેકનીશીયને તેના વિશે માહિતી આપતા ડ્રોનની મદદથી જમીનની માપણી પણ કરી શકાય છે તેમજ જંતુનાશક દવાના છંટકાવમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે ખુબ સારી રીતે ખેતીમાં રોગ અને જીવાતને કંટ્રોલ કરી શકાય છે.કાર્યક્રમ બાદ આસપુર લાટ ગામના ખેડૂત આશિષભાઇ પટેલના ખેતરમાં પપૈયાની ખેતીમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવા છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક એમ.કે.કુરેશી, મહીસાગર પ્રોજેક્ટડાયરેક્ટર એ.આઇ.પઠાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલ, કૃષિ વૈજ્ઞાનીકો, પ્રગતિશીલ ખેડૂતો ઉપરાંત નવીન ટેકનોલોજી નીહાળવા આવેલા મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details