ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahisagar District Panchayat Election : મહીસાગર જિલ્લામાં ભગવો લહેરાયો, જુઓ 6 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ - Mahisagar District Panchayat Vice President

તાજેતરમાં મહીસાગર જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ ગઈ છે. જેના પરિણામ આવ્યા બાદ સમગ્ર મહીસાગર જિલ્લા જાણે કેસરિયા રંગે રંગાયો છે. મહીસાગર જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.

Mahisagar District Panchayat Election
Mahisagar District Panchayat Election

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 2:50 PM IST

મહીસાગર જિલ્લામાં ભગવો લહેરાયો

મહીસાગર : મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભાજપના સભ્ય ચૂંટાતા જિલ્લામાં કેસરિયો લહેરાયો છે.

જિલ્લા પંચાયત : મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખાંટની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના સભ્ય બનતા મહીસાગર જિલ્લામાં કેસરિયો લહેરાયો છે. જેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયત ખાતે પરંપરાગત ગપુલીના તાલે કાર્યકર્તાઓ ઝૂમ્યા હતા. તો કેટલીક જગ્યાએ ડીજેના તાલે વિજય સરઘસ નીકળ્યું હતું.

તાલુકા પંચાયત : મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત ઉપરાંત તમામ 6 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીના માલીવાડ મંગુબેન ભારતભાઈની વરણી કરવામાં આવી હતી. મંગુબેન કડાણા તાલુકાની ભગલીયા પંચાયતની સીટના સદસ્ય છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે બીપીનભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે. જેઓ માલવણ પંચાયતના ભાજપના સદસ્ય છે.

તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ

સમગ્ર જિલ્લામાં કેસરિયો : મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તમામ 6 તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. મહીસાગર જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલ 6 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના સભ્યોની વરણી થઈ છે. જેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. કેટલીક જગ્યાએ ડીજેના તાલે વિજય સરઘસ નીકળ્યા છે. જિલ્લા પંચાયત ખાતે પરંપરાગત ગપુલીના તાલે કાર્યકર્તાઓ ઝૂમ્યા હતા.

6 તાલુકા પંચાયતના પરિણામ : મહીસાગર જિલ્લાના 6 તાલુકા જેમાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, ખાનપુર અને વીરપુરની તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મહીસાગર જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ કાંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખાટ, કારોબારી ચેરમેન પદે ભાથીભાઈ જવરાભાઈ ડામોર ચૂંટાયા છે. કડાણા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મંગુબેન માલીવાડ અને ઉપપ્રમુખ બિપિનભાઈ પંચાલ, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વડવાઈ અને ઉપપ્રમુખ આશાબેન ખાંટ, ખાનપુર તાલુકા પંચાયત પ્રમુખ રશ્મિકા બેન ડામોર અને ઉપપ્રમુખ નિશાંતભાઈ જોશી, વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ અને ઉપપ્રમુખ ગંગાબેન બારીયા, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ સવિતા ચૌહાણ અને ઉપપ્રમુખ રામાભાઈ સોલંકી, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્ર પટેલ અને ઉપપ્રમુખ મીનાબેન ચાવડાની વરણી કરવામાં આવી છે.

  1. Taluka Panchayat Election : પાટણ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના 12 સભ્યોએ કર્યો બળવો
  2. Gram Panchayat elections 2021: દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન આગામી 19 ડિસેમ્બરે યોજાશે

ABOUT THE AUTHOR

...view details