મહીસાગર: લોકડાઉનના સમયમાં પશુઓ સાથે કચ્છમાંથી મહીસાગર જિલ્લામાં આવેલા રબારી માલધારીઓને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની જરૂર પડતાં તેઓએ અંજાર તાલુકા યુવા ભાજપના સભ્ય બાબુભાઈ રબારીનો સંપર્ક કર્યો હતો. જેથી બાબુભાઈએ મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ બારીઆને તેમજ દિલીપભાઈ બારીઆને માહિતી આપતા સ્થાનિક સરપંચ અને લોકોએ માલધારીઓને જીવનજરૂરિયાતની કીટોનું વિતરણ કર્યુ હતું.
કચ્છમાંથી પશુ સાથે આવેલા રબારી માલધારીઓને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ - corona virus
લોકડાઉનના સમયમાં પશુઓ સાથે કચ્છમાંથી મહીસાગર જિલ્લામાં આવેલા રબારી માલધારીઓને મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઈ અને દિલીપભાઈ બારીઆએ જીવન જરૂરિયાત વસ્તુઓની કીટોનું વિતરણ કર્યુ હતું.
મહિસાગર : કચ્છમાંથી પશુસાથે આવેલા રબારી માલધારીઓને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ
જિલ્લામાં કડાણા તાલુકાના લીંભોલા, માલવણ, સંતરામપુર તાલુકાના ટોચના ગોરાડા ગામની સીમમાં વસતા માલધારીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ આપી તે બદલ કચ્છ જિલ્લા રબારી સમાજે ખુબ ખુબ આભાર માન્યો હતો.