મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ 10 નવા સંક્રમિત કેસ સામે આવ્યા છે. આ સાથે મહીસાગર જિલ્લામાં કુલ સંખ્યા 829 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ માત્રામાં કેસો સામે આવી રહ્યા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
મહીસાગર કોરોના અપડેટઃ 10 પોઝિટિવ કેસ નોંધાયા, 14 ડિસ્ચાર્જ - કોરોના પોઝિટિવ
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે મહીસાગર જિલ્લામાં કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 829 પર પહોંચી છે.
મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 829
- કુલ સક્રિય કેસ - 81
- કુલ ડિસ્ચાર્જ - 711
- કુલ મૃત્યુ - 37
- કુલ હોમ ક્વોરેન્ટાઈન - 279
- કુલ નેગેટિવ રિપોર્ટ - 37,426
સોમવારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધીમાં કુલ 711 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 37,426 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમજ મહીસાગર જિલ્લાના 279 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.