- મહીસાગર જિલ્લામાં 210 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા
- કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 5,307 થઈ
- કોરોના સંક્રમણ ધટતાં રવિવારે કોરોના 76 કેસ
- મહીસાગર જિલ્લામાં હાલ 1,352 દર્દીઓ સારવાર હેઠળ
મહીસાગર : જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતાં રવિવારના રોજ કોવિડ 19ના 76 કેસ નોંધાયા છે. જે ગત દિવસોમાં 150ની આસપાસ આંકડો રહેતો હતો. આ સાથે મહીસાગર જિલ્લામાં વધુ 210 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જેથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 5,307 થઈ છે. કેસમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થતાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે 16 મે સુધીમાં 6,732 કેસ નોંધાયા છે અને જિલ્લામાં હાલ 1,352 દર્દીઓ સારવાર હેઠળ છે.
તાલુકા પ્રમાણે ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
તાલુકો | સ્ત્રી | પુરુષ |
બાલાસિનોર | 18 | 19 |
લુણાવાડા | 18 | 28 |
સંતરામપુર | 24 | 22 |
કડાણા | 11 | 21 |
ખાનપુર | 14 | 15 |
વિરપુર | 07 | 13 |
જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કારણથી 51 દર્દીના મોત થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા છે.