ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: 5 નવા પોઝિટિવ કેસ, કુલ આંક 586 - શીતલ નર્સિંગ હોમ

મહિસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બુધવારે 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે મહિસાગર જિલ્લામાં કુલ 586 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ

By

Published : Aug 19, 2020, 7:43 PM IST

મહિસાગર: જિલ્લામાં કોરોના વાઇરસ સામે લડવા તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 586
  • કુલ ડિસ્ચાર્જ - 472
  • કુલ સક્રિય કેસ - 80
  • કુલ મૃત્યુ - 32

બુધવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા નોંધાયેલા 5 કેસમાં બાલાસિનોર ગ્રામ્યમાં 4 અને વિરપુર ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 586 થઈ છે.

અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 13,849 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 380 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે 16 દર્દીઓ કેએસપી હોસ્પિટલ, બાલાસિનોર, 8 દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, લુણાવાડા 20 દર્દી હોમ આઈસોલેશન, 11 દર્દી શીતલ નર્સિંગ હોમ, લુણાવાડા, 6 દર્દીઓ એસડીએચ, સંતરામપુર તેમજ અન્ય 19 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા પૈકી 76 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દી ઓક્સિજન પર છે.

ABOUT THE AUTHOR

...view details