ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ : આઠ દિવસમાં 176 કેસ નોંધાતા 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઇ - ખાનપુર

દિવાળીના તહેવારો બાદ સમગ્ર મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 8 દિવસમાં મહીસાગર જિલ્લમાં કુલ 176 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે કારણે સંતરામપુર ખાતે એક્સિજનની સુવિધા સાથે 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

Mahisagar corona Update
Mahisagar corona Update

By

Published : Nov 25, 2020, 2:12 AM IST

  • દિવાળીના તહેવારો બાદ મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
  • ખાનપુરમાં વેપારીઓનો બે દિવસ બજારો બંધ રાખવા નિર્ણય
  • સંતરામપુરમાં 50 બેડની ઓક્સિજનની સુવિધાઓ સાથે કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઇ

મહીસાગર : દિવાળીના તહેવારો બાદ સમગ્ર મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી છેલ્લાં અઠવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. જિલ્લાના બાલાસિનોર, ખાનપુર અને લુણાવાડામાં કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધવાને કારણે ખાનપુર તાલુકામાં સ્થાનિક વેપારીઓએ 24 અને 25 નવેમ્બરના રોજ સ્વયંભુ બજારો બંધ રાખવા નિર્ણય કર્યો છે.

મહીસાગર કોરોના અપડેટ

કુલ પોઝિટિવ કેસ - 1,550

કુલ સક્રિય કેસ - 173

કુલ ડિસ્ચાર્જ - 1,355

કુલ મોત - 43

કુલ નેગેટિવ રિપોર્ટ - 84,549

છેલ્લાં આંઠ દિવસમાં મહીસાગર જિલ્લામાં 176 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તારીખ કેસની સંખ્યા
17 નવેમ્બર 25
18 નવેમ્બર 24
19 નવેમ્બર 27
20 નવેમ્બર 19
21 નવેમ્બર 19
22 નવેમ્બર 18
23 નવેમ્બર 21
કુુલ 176

સંતરામપુરમાં તંત્ર દ્વારા 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેથી છેલ્લાં 8 દિવસથી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી છે. જિલ્લાના બાલાસિનોર, ખાનપુર અને લુણાવાડામાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. આજે મંગળવારે જિલ્લામાં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. છેલ્લા 8 દિવસમાં મહીસાગર જિલ્લામાં 176 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સંતરામપુરમાં તંત્ર દ્વારા 50 બેડની ઓક્સિજનની સુવિધાઓ સાથે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં હાલ 173 દર્દીઓ સારવાર હેઠળ

આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ 161 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 11 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં 173 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details