ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં BJPના કાર્યકરોએ સ્થાપના દિવસની કરી ઉજવણી - RATAN SINH

મહીસાગર: જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર BJPના કાર્યકરો દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ બિહારી બાજપાઈને યાદ કરી ભારતીય જનતા પાર્ટીના 40મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ BJPની પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતન સિંહને જીતાડવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 11:31 PM IST

6 એપ્રિલ, 1980ના રોજ BJP પક્ષની સ્થાપના થઇ હતી. આ દિવસે સમગ્ર દેશમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલા BJPના કાર્યાલય પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ બિહારી બાજપાઈને યાદ કરી 40માં સ્થાપના દિવસની ઉજવણી દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.

લુણાવાડામાં ભાજપના કાર્યકરો દ્વારા 40મા સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

આ દિવસ ભાજપની વિચારયાત્રા અને વિકાસયાત્રા માટેનો ઐતિહાસિક દિવસ છે. ભાજપાના ઈતિહાસ અને સંસ્મરણોને યાદ કરવાનો દિવસ છે. તેમજ ભાજપાના દરેક કાર્યકર્તા માટેનો ગૌરવ દિવસ છે. લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના ભાજપના કાર્યકરો દ્વારા પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતન સિંહ રાઠોડને બહુમતીથી જીતાડવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details