ગુજરાત

gujarat

ETV Bharat / state

Mahisagar News : મીઠું, સ્વાદિષ્ટ અને શરીરને ઠંડક આપતી તાડફળીનું બજારમાં આગમન - મહીસાગર ગરમીનું તાપમાન

મહીસાગરની બજારોમાં ગરમીમાં લોકોને રાહત આપતું ફળ તાડફળીનું આગમન થઈ ગયું છે. આ ફળમાં વિટામીન B6 જેવા ઘણા પોષકતત્વો સમાયેલા હોય છે જે શરીરને ખુબ સુરક્ષિત રાખે છે. તેમજ આ ફળ ખાવામાં મીઠું અને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

Mahisagar News : મીઠું, સ્વાદિષ્ટ અને શરીરને ઠંડક આપતી તાડફળીનું બજારમાં આગમન
Mahisagar News : મીઠું, સ્વાદિષ્ટ અને શરીરને ઠંડક આપતી તાડફળીનું બજારમાં આગમન

By

Published : May 20, 2023, 4:39 PM IST

મહીસાગરના બજારોમાં શરીરને ઠંડક આપતી તાડફળીનું આગમન

લુણાવાડા : મહીસાગરના બજારોમાં શરીરને શીતળતા આપતી તાડફળીનું આગમન થયું છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આવા ગરમીના સમયમાં રાહત મેળવવા માટે જિલ્લાવાસીઓ ઠંડક આપતા ફળોનો આશરો લઈ રહ્યા છે. જિલ્લાના મુખ્ય માર્ગ પર તેમજ બજારોમાં હાલમાં તાડગોટી એટલે કે તાડફળી વેચાતી જોવા મળી રહી છે. ગરમીમાં તાડફળી લોકોને રાહત આપે છે. તાડફળી ગરમીમાં ઠંડક આપતું ફળ છે.

ફળ ખાવામાં મીઠું -સ્વાદિષ્ટ :મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં આવેલા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તાડના વૃક્ષો છે. હાલમાં તેના પર ફળ લાગવાની સિઝન ચાલી રહી છે. તાડના ઝાડ પર લાગતા ફળને તાડગોટી કે તાડફળી કહેવામાં આવે છે. આ ફળ ખાવામાં મીઠું અને સ્વાદિષ્ટ હોય છે.પેટની ગરમીને શાંત કરવા વાળું ફળ છે. વેપારીઓ દ્વારા ગોધરા પંથકમાંથી તાડફળી મંગાવવામાં આવે છે. જિલ્લાના નગરોમાં સવારથી જ લારીઓમાં તાડફળી વેચનારાઓ જોવા મળી રહ્યા છે.

તાડફળી શરીર માટે કેટલી ફાયદાકારક : બજારમાં તાડફળીનું વેચાણ કરતા વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં તાડફળી 100 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. તાડના વૃક્ષ પર લાગતા તાડગોટીનું ફળ મોટું હોય છે તેને કાપવામાં આવે છે અને તેમાંથી 3થી 4 ગોટલી નીકળે છે. ઉનાળાની ગરમીમાં આ ફળને ખાવાથી પેટમાં ઠંડક અનુભવાય છે. તાડફળીમાં સોડિયમ, તાંબુ કાર્બોહાઈડ્રેટ, ચરબી, સુગર, પ્રોટીન અને વિટામીન B6 જેવા ઘણા પોષકતત્વો સમાયેલા હોય છે, જે આપણા શરીર માટે ઉપયોગી અને ફાયદાકારક હોય છે.આ ફળ ફાઈબરયુક્ત હોવાથી પેટ દર્દ, કબજિયાતમાં ફાયદો કરે અને લિવરને સુરક્ષિત રાખે છે.

ABOUT THE AUTHOR

...view details