ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં સગીર યુવતીને અન્ય ધર્મના યુવકે ભગાડી, યુવતીને પરત મેળવવા VHPનું આવેદન - mahisagar

મહિસાગરઃ જિલ્લાની સગીર યુવતીને ઝાલોદના વિધર્મી સમાજના યુવક દ્વારા વડોદરાથી ફોસલાવીને ભગાડી ગયો છે. આ ઘટનાના લીધે હિન્દુ સમાજ રોષ ભરાયો છે. આ સંદર્ભે યુવતીના પરિવાર સાથે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યુવતીને પરત મેળવવા જિલ્લા પોલીસ વડાને મોટી સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપ્યું હતું.

સ્યોટ ફોટો

By

Published : Jul 20, 2019, 12:21 PM IST

મહિસાગર જિલ્લાની અને વડોદરા મુકામે અભ્યાસ કરતી સગીરાને ઝાલોદના કસ્બા વિસ્તારમાં રહેતો અરબાઝ ખાન પઠાણ ફોસલાવીને ભગાડી ગયો હતો. આમ જેહાદી તત્વો દ્વારા હિન્દુ સમાજને નીચું દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. સગીર યુવતીને પ્રલોભોન આપી વિધર્મી યુવક ભગાડી જતા યુવતીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ભભૂકી રહી છે.

મહિસાગરમાં સગીર યુવતીને અન્ય ધર્મના યુવકે ભગાડી, યુવતીને પરત મેળવવા VHPનું આવેદન

હિન્દુ સમાજને નીચું જોવડાવાનો પ્રયાસ કરનાર વિધર્મી યુવકને ઝડપી પાડવા તેમજ હિન્દુ સગીર યુવતીને તેના વાલીને પરત સોપવા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે, તેમજ જેહાદી તત્વો સામે કાર્યવાહી કરવાની રજૂઆત સાથે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરને આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો કરી હતી. આ રજૂઆત દરમિયાન યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વડોદરા પોલીસને જરૂરી જાણકારી આપવાનું આશ્વાસન રજૂઆત કર્તાઓને આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details