- છેતરપિંડી કરતી ઠગ ટોળકીના 7 શખ્સ પોલીસના હાથે ઝડપાયા
- આરોપીઓ પાસેથી નકલી ઓળખકાર્ડ મળી આવ્યા
- પુછપરછમાં ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનમાંથી આવતા હોવાનું જણાવ્યું
- ગાડી પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસોસિએશનનું બોર્ડ લગાવ્યું હતું
મહીસાગરઃ લુણાવાડા(lunawada) ખાતે પેટ્રોલિંગ કરતી પોલીસે એક ઇકોકારને ઉભી રાખીને તેમાં બેઠેલા શખ્સની પુછપરછ કરતા ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન(Crime and Corruption Control Association)માંથી આવીએ છે અને આરોપીની તપાસ કરવાની છે તેમ પોલીસને જણાવતા લુણાવાડા પોલીસને શંકા જતા શખ્સની પુછપરછ કરતા તેમની પાસેથી આધાર પુરાવો કે પોલીસની મદદ નહી મેળવેલી હોવાથી સરકારી માણસ હોવાનો ખોટો સ્વાંગ રચ્યો હોવાનુ સામે આવ્યુ હતું. આથી લુણાવાડા (lunawada)પોલીસે ઇકોકારમાં બેઠેલા 7 જેટલા શખ્સની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 7 આરોપી ઝડપાયા
શંકાસ્પદ કારમાં બેઠેલા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર(MAHISAGAR) જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન(lunawada Police Station)ની ટીમ નગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે લુણેશ્વર ચોકડી પાસે એક શંકાસ્પદ કારમાં બેઠેલા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી. તેમાંથી તેઓએ એક ઓળખકાર્ડ આપીને જણાવ્યુ હતુ કે, અમે ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન(Crime and Corruption Control Association)માંથી આવીએ છે.
ગાડી પર ક્રાઈમ એન્ડ કરપ્શન એસોસિએશનનું બોર્ડ લગાવ્યું હતું