ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2021, 7:18 PM IST

ETV Bharat / state

બાલાસિનોરમાં ખેડૂતો માટે કિસાન સુર્યોદય યોજનાનો જયદ્રથસિંહજી પરમારના હસ્તે શુભારંભ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ખેડૂતો માટે વીજ કાંતિ લાવનાર ઐતિહાસિક બીજા તબક્કામાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને રવિવારે બાલાસિનોરની કે.એન.હાઈસ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો.

બાલાસિનોરમાં ખેડૂતો માટે કિસાન સુર્યોદય યોજનાનો જયદ્રથસિંહજી પરમારના હસ્તે શુભારંભ
બાલાસિનોરમાં ખેડૂતો માટે કિસાન સુર્યોદય યોજનાનો જયદ્રથસિંહજી પરમારના હસ્તે શુભારંભ

  • બાલાસિનોરના કુલ 14 ગામોને મળશે વીજ પુરવઠો
  • ખેડૂતોને હવે પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ
  • તબક્કાવાર સમગ્ર મહીસાગર જિલ્લાને થશે લાભ

બાલાસિનોર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ 24 મી ઓક્ટોબર 2020 ના રોજ કરવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આ યોજનાના દ્વિતીય તબક્કામાં બાલાસિનોર તાલુકાના કુલ 14 ગામોના ખેતીવાડી ગ્રાહકોને દિવસ દરમિયાન વીજ પુરવઠાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્ય જીવ જંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે.

બાલાસિનોરમાં ખેડૂતો માટે કિસાન સુર્યોદય યોજનાનો જયદ્રથસિંહજી પરમારના હસ્તે શુભારંભ

રાજ્ય સરકાર દ્વારા 3,500 કરોડની માતબર રકમની જાહેરાત

આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 3,500 કરોડની માતબર રકમની જાહેરાત કરી છે. જિલ્લાના બાલાસિનોરમાં 3 ફીડર છે. જેમાં આ વીજળી મળે એની શરુઆત થઈ છે અને તબક્કાવાર આખા મહીસાગર જિલ્લાને એનો લાભ થશે એમ રાજ્ય સરકારના પ્રધાન જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું.

બાલાસિનોરના 3 ફીડરમાં આ વીજળીની શરુઆત થઈ

આ કાર્યક્રમ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ સિંહ બારીયા, બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, રાજેશ પાઠક, મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, MGVCL કર્મચારીઓ, અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details