જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ચેકડેમથી જળ સંચય અભિયાને વેગ મળશે, અને ગામના આસપાસ વિસ્તારના ભુગર્ભ જળ સ્તર ઉચા આવશે. ગ્રામજનોને ચેકડેમની ઉપયોગીતા, ગ્રામ વિકાસના કાર્યો, સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી. આ પ્રકારના કાર્યો અન્ય ગામોમાં સારી રીતે થાય તેવી આશા વ્યક્ત કરી અને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
મહીસાગરમાં HDFC બેંક પરિવર્તન પરિયોજના અંતર્ગત ચેકડેમનું લોકાર્પણ કરાયું - મહીસાગર ન્યૂઝ
મહીસાગર: જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરિયોજના અંતર્ગત વિરણીયા ખાતે જિલ્લા કલેક્ટર આર.બી.બારડના હસ્તે ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અમલીકરણ સંસ્થા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના રીજનલ મેનેજરે જણાવ્યું હતુ કે, જિલ્લાના 8 ગામોમાં વિકાસના કાર્યો જેવા કે, સ્કિલ તાલીમ, બકરી પાલન, મરઘાપાલન, હેલ્થ કેમ્પ, વાડી, ઉન્નત ખેતી, શાકભાજી, ફળફળાદી નિદર્શન પ્લોટ, ચેકડેમ, ખેત તલાવડી, કુવા મરામત, શહેરીકરણ, અજોલા કલ્ચર જનજાગૃતિ અભિયાન વગેરે કાર્યક્રમો હાથ ધરાયા છે.
મહીસાગર જિલ્લામાં HDFC બેંક પરિવર્તન પરીયોજના અંગે બેંકના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પરિયોજનાના કાર્યો અને લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર લુણાવાડા, HDFC બેંકના અધિકારીઓ, સરપંચ, વિલેજ ડેવલોપમેન્ટ કમિટીના સભ્યો, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.