મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સળીયા મુવાડી ગામે ઘણા વર્ષોથી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલમાં 300થી વધુ બાળાઓ અભ્યાસ કરે છે. સરકારના નિયમ મુજબ આ તમામ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ સાથે અભ્યાસ કરાવવાનો હોય છે. તે માટે તમામ વસ્તુઓ દર મહિને સમયસર સ્કૂલમાં સરકાર દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે. પરંતુ, છેલ્લા જૂન મહિના ઉપરાંતથી કોઈ વસ્તુ બાળકોને મળી ન હોવાથી વિદ્યાર્થિનીઓ પરેશાન થઈ ગઈ છે.
મહીસાગરમાં સુવિધાના અભાવે 300થી વધુ બાળાઓ ભૂખ હડતાળ પર, શિક્ષણનો બહિષ્કાર કર્યો - Tribal Development Department
મહીસાગરઃ કડાણા તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સળિયા મુવાડી ગામે રેસીડેન્સીયલ સ્કૂલમાં અભ્યાસ કરતી 300થી વધુ બાલિકાઓ ભૂખ હડતાલ પર ઉતરી હતી. વિદ્યાર્થિનીઓને કોઈપણ પ્રકારની સુવિધાઓ ન મળતા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવનાર ગૃહમાતાને જ આચાર્ય દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ કારણો સર બાળાઓ ભૂખ હડતાળ પર ઉતરી હતી. વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ થતા વાલીઓ પણ દોડી આવતા મામલો વધુ આક્રોશ બની ગયો હતો.
મહીસાગરમાં સુવિધાના અભાવે 300થી વધુ બાળાઓ ભૂખ હડતાળ પર
વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, ગૃહમાતા અમારી બધી વાત સાંભળતા અને આચાર્ય અમને ત્રાસ આપતા હતા. ઉપરાંત બાળકીઓને સરકારમાંથી મળતો સામાન આપતા ન હતા. જેમાં ગૃહમાતા વિદ્યાર્થીનીઓની સાથે રહેતા અને બધી તકલીફો દૂર કરતા જેથી તેમને સસ્પેન્ડ કર્યા છે. અમારે બીજા ગૃહ માતા જોઈતા નથી, બીજા ગૃહમાતા આવે તો 300 જેટલી વિદ્યાર્થીનીઓએ ભૂખ હડતાળ અને શિક્ષણ બહિષ્કારની ચીમકી સાથે શાળા પ્રાગણમાં હડતાળ પર બેઠી છે.