વિગતવાર મુજબ આ યોજના અંતર્ગત જરૂરી જણાય તેવા ગામડાઓમાં જ્યોતિગ્રામ હેઠળ TC ઉભા કરી સતત વીજ પૂરવઠાનો લાભ આપવામાં આવે છે. તેથી જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલાના પેટા વિસ્તારમાં પણ વીજ જોડાણ આપવામાં આવ્યા છે.
મહિસાગરના વડદલામાં વીજ મેન્ટેનન્સનો અભાવ - વીજ મેન્ટેનન્સનો અભાવ
મહિસાગરઃ જ્યોતિગ્રામ યોજના રાજ્ય સરકારની અત્યંત મહત્વાકાંક્ષી અને સમગ્ર દેશમાં પ્રશંસા પામેલી યોજના છે. આ યોજના અન્વયે રાજ્યના તમામ ગામડાઓમાં, ગામતળમાં આવેલા ખેતી વિષયક વીજ જોડાણ સિવાય હયાત રહેણાંક, વાણિજ્ય વીજ જોડાણ માટે 24 કલાક સતત 3 ફેઝ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. પરંતુ, મેન્ટેનન્સના અભાવે અહીં કેટલીક વાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને વીજ મેન્ટેનન્સના અભાવને લીધે આ વિસ્તારના લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડે છે.
મહિસાગર જિલ્લામાં આવેલ વડદલા વિસ્તારની આજુ બાજુના મુવાડાના ગામોમાં જ્યોતિગ્રામ યોજના છે. જેનો હેતુ દરેક ગ્રામીણ ઘર સુધી 24 કલાક અને ખેતર માટે 8 કલાક વીજળી પહોંચાડવાનો હતો. અહીંના રત્નાજીના મુવાડા, દલાજીના મુવાડા, તથા મહિયા લાટ જેવા પરા વિસ્તારોમાં 24 કલાક જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો મળે છે. પરંતુ, મેન્ટેનન્સના અભાવે અહીં કેટલીક વાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. અહીં, રહેતા અંદાજીત 200 પરિવારોના 1000 લોકોને સાંજના સમયે ફાનસ અને દીવાના પ્રકાશમાં રોજિંદા કામ કરવા પડે છે.
આ ઉપરાંત 11 KVના વાયરો નીચે તરફ ઝૂકી ગયેલી હાલતમાં છે. જે પશુઓ અને સ્થાનિકો માટે ખતરા રૂપ છે. છતા પણ તંત્ર કોઇ પણ જાતની દરકાર લેતુ નથી અને જાણે કોઇ ઘટના બન્યાની રાહ જોઇ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
આ સમગ્ર બાબતને લઇને mgvcl શુ કહે છે આવો જાણીએ, આ બાબતે MGVCLના ડેપ્યુટી એન્જીનીયરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે અમારી પાસે કોઈ અરજી કે ફરિયાદ આવી નથી. પરંતુ, નમી ગયેલા થાંભલા અને ઝોલા મારતા વીજ વાયરોનું તેમજ અન્ય ખામીઓને દૂર કરવાની કામગીરી હાલમાં શરૂ કરી છે.