ગુજરાત

gujarat

ETV Bharat / state

નોરતાની પરંપરાઃલુણાવાડામાં રાજવી પરિવારે વાવ્યા જવારા - Installation of jawans planted

મહીસાગરઃ લુણાવાડામાં પાંચસો બાવન વર્ષ પુરાણું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં મહારાજાઓ દ્વારા પાંચસો બાવન વર્ષથી નોખી રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભ સ્થાપન કરી જવારા વાવી નોખી પરંપરાથી નવરાત્રી માનવામાં આવે છે.

લુણાવાડામાં રાજવી પરિવાર દ્વારા નવરાત્રી દરમ્યાન વાવવામાં આવતા જવારાનુ સ્થાપન

By

Published : Sep 29, 2019, 3:28 PM IST

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પાંચસો બાવન વર્ષ પુરાણું રાજવી પરિવારની કુળદેવી ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે. જ્યાં પાંચસો બાવન વર્ષથી નોખી રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનુંના ચુમાલિસમાં મહારાજા સિદ્ધરાજ સિંહ લુણાવાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ રાજગોર દ્વારા કરાવડાવી ચોસઠ જોગણી કુંભનું જવારા પર સ્થાપન કર્યું હતું.

લુણાવાડામાં રાજવી પરિવાર દ્વારા નવરાત્રી દરમ્યાન વાવવામાં આવતા જવારાનુ સ્થાપન

અહીંયા વાવવામાં આવતા જવારા જોવા માટે નવરાત્રીના દિવસોમાં દૂર દૂર થી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે, ભુવનેશ્વરી માતાના મંદિરમાં નવરાત્રી દરમ્યાન વાવવામાં આવતા જવારા જેવા જવારા બીજી કોઈ જગ્યાએ વાવવામાં આવતાં નથી.

ABOUT THE AUTHOR

...view details