પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં આઈ એમ એ નું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસીય હડતાળના એલાનના પગલે મહીસાગર જિલ્લાના વિવિધ ખાનગી હોસ્પિટલોના 100 થી વધુ ડોક્ટરો ઓપીડી બંધ રાખી વિરોધમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે મહીસાગરના તબીબોએ બંધ પાળ્યુ - stopped
મહીસાગરઃ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલાના વિરોધમાં IMAનું 24 કલાક મેડિકલ સેવાઓ બંધ રાખવાના એક દિવસીય હડતાળના એલાનના પગલે મહીસાગર જિલ્લાના ખાનગી હોસ્પિટલોના તમામ ડોક્ટરો હડતાળ પાડી છે. જો કે ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
hd
તેમની સાથે IMAના સમર્થનમાં આયુર્વેદ હોમીઓપેથીના ડોક્ટરોએ પણ ક્લિનિક બંધ રાખી કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જો કે ડૉક્ટર દ્વારા ઇમરજન્સી અને સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ચાલુરાખવામાં આવી હતી.