મહીસાગરમાં નવા 7 કેસ નોંધાયા
- લુણાવાડામાં 3 અને બાલાસિનોરમાં 4 કેસ નવા નોંધાયા
- જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 173 થઇ
- 135 દર્દીઓ સ્વસ્થ થયા જ્યારે 35 દર્દીઓ હાલ એક્ટીવ
મહીસાગરઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં મંગળવારે નવા 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 173 થઈ છે.
મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, વધુ નવા 7 કેસ નોંધાયા જિલ્લામાં મંગળવારે નવા આવેલા કેસમાં લુણાવાડા શહેરમાં 3 કેસ જ્યારે બાલાસિનોરમાં 4 કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તે વિસ્તારમાં તંત્ર દ્વારા સેનેટાઈઝ પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. કેસની સંખ્યા 173 થતાં તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જોકે 173 કેસમાંથી 135 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યાં છે. હાલ 35 દર્દીઓ જ એક્ટીવ દર્દીઓ છે.
મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, વધુ નવા 7 કેસ નોંધાયા