- મહિસાગરમાં 3,15,831 લોકોએ કોરનાની રસી લીધી
- લોકોનાં કોરોના અંગે જાગૃતતા આવતા લોકો લઈ રહ્યા છે રસી
- રસી પછી પણ કાળજી રાખવી જરૂરી
મહિસાગર: વૈશ્વિક મહામારી કોવિડ-19 સામે હાલમાં એક માત્ર હથિયાર રસી છે. મહિસાગરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રસીકરણને વેગવાન બનાવવા સઘન પ્રયાસો કરી રહી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 45 થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી હાલ કાર્યરત છે. ગામવાસીઓમાં કોરોના અંગે જાગૃતતા આવતા મોટી સંખ્યમાં લોકો રસી લઈ રહ્યા છે.
લુણાવાડામાં સૌથી વધુ 89,254 નાગરિકોએ કોરોના વેક્સીનેશન કરાવ્યું
મહીસાગર જીલ્લાના નાગરિકો કોરોના રસીકરણ અંગે જાગૃત થઈ રસી મુકાવી રહ્યા છે. જીલ્લામાં 12મે સુધીમાં લુણાવાડા તાલુકામાં 89,254 બાલાસિનોર તાલુકામાં 46,778 સંતરામપુર તાલુકામાં 79,903 ખાનપુર તાલુકામાં 27,514 કડાણા તાલુકામાં 40,040 અને વીરપુર તાલુકામાં 32,365 મળી જિલ્લાના કુલ 3,15,831 જેટલા લોકોએ રસી લીધી છે. 71,999 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6027 આરોગ્ય કોરોના વોરિયર, 9143 ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે.