- ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા (Murder of BJP executive member and his wife)નો ભેદ ઉકેલાયો
- મુખ્યપ્રધાન (CM), ગૃહપ્રધાન (Home Minister) સહિત પ્રદેશ અધ્યક્ષે (State President) તપાસના આદેશ આપ્યા હતા
- આરોપી ભીખા પટેલે (Accused Bhikha Patel) ત્રિભુવનદાસ પંચાલ (Tribhuvandas Panchal) અને તેમના પત્નીની હત્યા કરી હતી
- આરોપીએ 20,000 રૂપિયાની લેવડદેવડમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું
- પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામમાં ભાજપના કારોબારી સભ્યની હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને પોલીસ ટીમની 5 દિવસની મહેનત બાદ તેમને મોટી સફળતા મળી છે. લુણાવાડામાં ભાજપના કારોબારી સભ્ય ત્રિભુવન પંચાલ અને તેમની પત્નીની હત્યા થઈ હતી. તેમના ગામનાં નજીકના મિત્ર ભીખા પટેલે પૈસાની લેવડદેવડ મામલે આ બંનેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભીખા પટેલે ત્રિભુવનદાસ પંચાલ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. મહીસાગર જિલ્લા પોલીસે આરોપીને ઘટનાસ્થળ લઈ જઈ રિયાલિટી ચેક કરી ખુલાસો કર્યો હતો. ભીખા પટેલે ત્રિભુવનદાસ પંચાલનો મોબાઈલ લઈને તેમનાં જ ઘરમાં સંતાડ્યો હોવાની પણ કબૂલાત કરી છે.
આ પણ વાંચો-અસામાજિક તત્વો બન્યા બેફામ, અમરાઈવાડીમાં હત્યા કરનાર શખ્સે જ આપ્યો લૂંટને અંજામ