બાલાસિનોરમાં નિયમોનુસાર પાલન નહીં કરતા નાગરિકો પાસેથી 6000નો દંડ વસૂલાયો - દુકાનોને ઓડ ઈવન છુટછાટ
કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન 1,2,3,4નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પહેલા કરતા અનેક પ્રકારની વધુ છૂટછાટ આપવામાં આવી છે. જેનાથી પ્રજાજનોને આવશ્યક ચીજવસ્તુ ખરીદવામાં મુશ્કેલી ન પડે તેમજ ઘણા વ્યવસાયકારોને રોજગારી મળી રહે તે માટે લોકડાઉન-4માં ઘણી શરતો સાથે દુકાનદારોને ઓડ ઈવન પદ્ધતિનો અમલ કરી દુકાનો ખોલવા છૂટ આપવામાં આવી છે. તેમજ ફરજીયાત્રા માસ્ક પહેરવાનો પણ અમલ કરવામાં આવ્યો છે.
બાલાસિનોરમાં નિયમોનુસાર પાલન ન કરતા નાગરિકો પાસેથી 6000નો દંડ વસૂલાયો
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર નગરમાં તાલુકા મામલતદાર કચેરી તેમજ નગરપાલિકા કચેરી ટીમ દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન કરવાના હેતુસર નગરમાં આવેલી દુકાનોને ઓડ ઈવન પ્રમાણે ખોલવા માટે નંબર આપવામાં આવ્યા છે. છતાં પણ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનદારો તેમજ શહેરમાં ફરજિયાત માસ્કનો અમલ હોવા છતાં માસ્ક વગર ફરતા લોકોને સ્થળ પર દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી છે.