ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્યસલક્ષી કામગીરી હાથ ધરાઇ  - District Development Officer Mahisagar

કોરોના વાઇરસ મહામારીના સંક્રમણને રોકવા લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઇ છે.

મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્યસલક્ષી કામગીરી હાથ ધરાઇ 
મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્યસલક્ષી કામગીરી હાથ ધરાઇ 

By

Published : Jul 26, 2020, 7:27 PM IST

મહીસાગર: કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને ત માત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્યર સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ
રહે તે માટે જિલ્લાં આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રના આરોગ્ય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તદ્અનુસાર સંતરામપુર એસ.ટી.બસ સ્ટેન્ડના કર્મચારીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે કર્મચારીઓને આર્સનિક આલ્મ આરની ગોળીઓનો ત્રીજો રાઉન્ડા આપવામાં આવ્યો હતો. તેમજ ઘરઆંગણે પ્રાપ્તન ઔષધનો ઉપયોગ કરી કેવી રીતે ઉકાળો બનાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપતી પત્રિકા આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details