ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે શ્રમિકોની પણ આરોગ્ય તપાસ કરાઇ - MPHW Jagdish Prajapati

મહિસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

મહિસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરયા
મહિસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરયા

By

Published : Apr 29, 2020, 8:07 PM IST

મહિસાગરઃ કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

તે અનુસંધાને વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં જે જગ્યાએ વધુ આવતા હોય તેવા સ્થળોએ લોકોના આરોગ્યની તપાસ કરવી કોરોનાના સંદર્ભે મહત્વની બની જાય છે.

મહિસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્ય લક્ષી કાર્યો હાથ ધરયા

જેમાં હાલમાં 114 જેટલા કામ કરતા મજૂરોની આરોગ્ય તપાસ આર.બી.એસ.કે ના મેડિકલ ઓફિસર ડૉક્ટર દત્તુ રાવલ અને તેમની ટીમના AO અને MPHW જગદીશ પ્રજાપતિ દ્વારા થર્મલ ગનથી મજૂરોના શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે સામાજિક અંતર જાળવી કામગીરી કરવાની સમજ આપવામાં આવી, સાથે માસ્કનો ઉપયોગ તેમજ સાબુથી વારંવાર હાથ ધોવાની પણ સમજ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details