મહીસાગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
લુણાવાડા તાલુકાના મલેકપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. અલ્પેશ ચૌધરી અને તેમની મેડીકલ ટીમ તેમજ ડો. દત્તુ રાવલના માર્ગદર્શનમાં RBSKની ટીમ દ્વારા શામણાં ગામમાં રહીશોને ધન્વંતરી આરોગ્ય રથના માધ્યમથી આરોગ્યનની ચકાસણી કરી કોરોના અંતર્ગત સમજ આપવામાં આવી હતી.