બાલાસિનોર શહેરના જૈન દેરાસરમાં જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાન પંચમીની ઉજવણી નિમિત્તે જૈન દેરાસર ભવનમાં પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો, તેમજ માતા સરસ્વતીની પ્રતિમા દર્શનાર્થે મુકવામાં આવી હતી.
બાલાસિનોરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમીની ઉજવણી કરાઇ - Gyan Panchami celebrated
મહીસાગરઃ લાભ પાંચમને જૈન સમાજ જ્ઞાન પંચમી તરીકે ઉજવણી કરે છે. આ પર્વે જૈન સમાજ સરસ્વતી માતાની આરાધના કરી બાળકો અને ભાવિકો સરસ્વતી માતાનું પૂજન કરે છે. આજના શુભ દિવસે જૈન સમાજ દ્વારા વિવિધ સ્થળોએ જ્ઞાન પંચમી નિમિતે કલાત્મક અને આકર્ષક ચિરોળી દ્વારા રંગોળીઓ સજાવવીમાં આવી હતી.
બાલાસિનોરમાં જૈન સમાજ દ્વારા જ્ઞાનપંચમીની ઉજવણી કરાઇ
આ સાથે પાંચ જ્ઞાનની આરાધના કરી 51 ઉપાસના, 51 સાથિયા કરી પાંચ જાતના ધાન્ય મુકવામાં આવ્યા હતા.જેમાં જૈન ભાઈ બહેનોએ જ્ઞાનની આરાધના સાથે માતા સરસ્વતીની પૂજા કરી હતી. આ ઉપરાંત બપોરના સમયે દેવ વંદના અને સાંજે પ્રતિક્રમણ કરાશે.