પરીક્ષાનું સફળ સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજિક તત્વોનો ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરિક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તેમ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર ઠક્કરે એક જાહેરનામું બાહાર પાડ્યું છે. જેમાં જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રો કિસાન માધ્યમિક વિદ્યાલય, બસ સ્ટેશન સામે, લુણાવાડા, પંચશીલ હાઇસ્કૂલ, એસ.ટી.વર્કશોપ સામે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, યુનિટ-1, કોટેજ હોસ્પિટલ પાસે, લુણાવાડા, એસ.કે.હાઇસ્કૂલ, યુનિટ 2 રાજમહેલ બ્રાન્ચ, લુણાવાડા, સરદાર પટેલ વિદ્યાલય, ચારકોસીયા નાકા પાસે લુણાવાડા, હાજી.જી.યુ.પટેલ હાઇસ્કૂલ મધવાસ દરવાજા, લુણાવાડા, બ્રાઇટ અને ઉ.મા.શાળા, નવા કાળવા ખાતે ગુજકેટની પરીક્ષા યોજાશે.
પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ 200 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં સવારના 8:00 કલાકે થી સાંજના 8:00 કલાક સુધી પ્રતિબંધિત રહેશે. જેમાં કેટલાંક કૃત્યો કરવા ઉપર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યકિતઓના અવર-જવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે.
તો આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે કરાવવો નહીં, તેમજ કોઈપણ શખ્સે કોઈપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરાવી નહીં,પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું નહીં કે કરાવવા પર કડક પગલા ભરવામાં આવશે.