ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે કોરોના વાઈરસ સંદર્ભે દિશાનિર્દેશ જાહેર કરાયા - mahisagar latest news

કોરોના વાઈરસના ફેલાવાની ગંભીરતાને અનુલક્ષીને વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તે સંદર્ભે ભારત સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. તેને અનુલક્ષીને પંચમહાલ દૂધ સંઘ ગોધરાના પરિપત્ર દ્વારા સંઘ સંયોજિત મહીસાગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ સૂચિત દૂધ કેન્દ્રોને આપેલા નિર્દેશો અનુસાર કામગીરી કરવાની રહેશે.

etv bharat
દૂધ ઉત્પાદક સહકારી મંડળી

By

Published : Mar 27, 2020, 11:39 PM IST

મહીસાગરઃ કોરોના વાઇરસની મહામારીને કારણે દૂધ મંડળીએ દૂધ કલેક્શન સમયે દૂધ ભરવા આવતાં સભાસદો એક સાથે ન આવે અને સમયાંતરે આવે તેની કાળજી રાખે તે માટે જિલ્લાની તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને પરિપત્ર આપ્યો છે.

મહિસાગર જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે કોરોના વાયરસ સંદર્ભે દિશાનિર્દેશ જાહેર કરાયા

પરિપત્રમાં જણાવાયું છે કે, દૂધ ઉત્પાદકોની સંખ્યા મુજબ ભાગ પાડી સમય આપવો. તેમજ ફળીયા-મોહલ્લા પ્રમાણે દૂધ ભરવા બોલાવવા. દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા સભાસદોને મંડળીની બહાર એક મીટરનું અંતર રાખી ઉભા રાખવા. દૂધ ભરી સભાસદો દૂધ મંડળી આગળ ઊભા ન રહે પણ સીધા ઘરે જાય તેવી સૂચના આપવી. સરકાર દ્વારા બહાર પડાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, દૂધ મંડળીના કર્મચારીઓ પણ સરકાર દ્વારા અપાયેલી ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે તેમ પંચામૃત દૂધ સંઘ ગોધરાના વહીવટી તંત્ર દ્વારા પરિપત્રમાં જણાવેલું છે.

ABOUT THE AUTHOR

...view details