મહિસાગર: સંતરામપુર તાલુકા અને આસપાસના વિસ્તારમાં ગ્લેંડર્સ નામનો રોગ વકર્યો છે. નગરપાલિકા વિસ્તારના જૂના તળાવ, અને કુરેટા ગામની હદમાં આ 5 ઘોડાના મૃતદેહને દફનાવવામાં આવ્યા હતા. પરંતુ રાત્રિના સમયે કરવામાં આવેલી દફન વિધિ બાદ તંત્રની બેદરકારી ગણો કે પછી હુમલાની દહેશત, ત્યાં હાજર રહેલા અધિકારીઓ ઘોડાની દફનવિધિ બાદ જે કોઈ સામગ્રી જેમ કે ક્રિયામાં ભાગ લેનારના કપડાં, માસ્ક, હાથના મોજા વગેરેનો પણ નાશ કરવાની ગાઈડ લાઇન છે. તે જ્યાં દફનવિધિ કરવામાં આવી તેજ સ્થળે મૂકીને જતાં રહ્યા હતા. સવારે જ્યારે ગામલોકોને આ વાતની જાણ થઈ ત્યારે ગામલોકો રોષે ભરાયા હતા અને ગામલોકોએ ઘોડાના મૃતદેહો દૂર કરવા માગ કરી હતી.
સંતરામપુરમાં ઘોડાઓના મૃતદેહને દફન કરવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ - ઘોડાઓના મૃતદેહને દફન
સંતરામપુર તાલુકા અને આસપાસના વિસ્તારમાં 'ગ્લેંડર્સ' નામનો રોગ વકર્યો છે. સંતરામપુર નગરના 6 ઘોડામાંથી 5 ઘોડાના રિપોર્ટ પોઝેટિવ આવ્યા અને 1 ઘોડાનો 50 ટકા પોઝેટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ સરકારના આદેશ અનુસાર 2009ના એક્ટ મુજબ આવા પશુને દયામૃત્યુ આપી મારી નાખી તેના મૃતદેહનો નીકાલ કરવાનો હોય છે.
etv bharat
ગામલોકોનો આક્ષેપ છે કે, વૈજ્ઞાનિક ઢબે આનો નિકાલ કરવામાં આવ્યો નથી, અને માત્ર ઉપર માટી નાંખી દેવામાં આવી છે. વધુમાં કામગીરી કર્યા બાદ મેડિકલ વેસ્ટનો સળગાવીને નીકાલ કરવાનો હોય તેના સ્થાને ત્યજી ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યા છે. આ સંદર્ભે જ્યારે પશુપાલન અધિકારીને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, તમામ પ્રક્રિયા વૈજ્ઞાનિક ઢબે અને ગાઈડલાઇન મુજબ જ કરવામાં આવી છે.